!-- read more section start -->

GPSC Prelim & GPSC Mains Exam Dates 2025 Declared

GPSC Prelim & GPSC Mains Exam Dates 2025 Declared

  • 06 January 2025
  • Liberty Career Acade
  • 0 COMMENTS

GPSC Prelims exam Date will be April 6 and the Mains exam on September 13, 14 and 20, 21, 2025. GPSC Recruitment Calendar 2025-26 will be announced at the end of January.

GPSC Prelims exam will be held on April 6, 2025

The GPSC has announced the Prelims exam dates for Classes 1-2. The Prelims exam will be held on April 6, 2025. GPSC Mains exam will be held on September 13, 14 and 20, 21, 2025. GPSC Recruitment Calendar for the year 2025-26 will be announced at the end of January.

GPSC has taken an important decision regarding the examination fees of the candidates

Reserved category candidates appearing for the GPSC exam will also have to pay a deposit for the exam. Also, a decision has been taken for candidates who do not appear for the exam after appearing in various exams. The deposit will be refunded to the candidates after giving the exam. Apart from this, non-reserved category candidates will have to pay a deposit of Rs 500. Also, reserved category candidates will have to pay a deposit of Rs 400.

The number of candidates appearing in the examination is sometimes very less compared to the number of candidates applying in various preliminary examinations conducted by the Gujarat Public Service Commission. Also, considering the cost of printing question papers for all the candidates who have registered their candidature, taking centers based on the number of candidates, appointing necessary staff at all the centers, etc. and the expenditure of manpower for this, after considering the considerations made in the Commission, it has been decided to take a deposit as per the number of candidates applying for the preliminary examinations to be announced later. In addition, the recruitment calendar 2025-26 will be announced at the end of January.

Gujarati Translation

    6 એપ્રિલ પ્રિલિમ પરીક્ષા અને 13, 14 અને 20, 21 સપ્ટેમ્બર 2025ના મેઈન પરીક્ષા લેવામાં આવશે. તેમજ જાન્યુઆરીના અંતમાં ભરતી કેલેન્ડર 2025-26 જાહેર કરવામાં આવશે.

    GPSC દ્વારા વર્ગ 1-2ની પ્રિલિમ પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલ છે. 6 એપ્રિલ 2025ના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાશે. મેઈન પરીક્ષા 13,14 તથા 20, 21 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાશે. વર્ષ 2025-26નું ભરતી કેલેન્ડર જાન્યુઆરીના અંતમાં જાહેર થશે.

    GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી અંગે મહત્વનો નિર્ણય લીધો

    GPSCની પરીક્ષા આપતા અનામત કેટેગરીના ઉમેદવારોએ પણ પરીક્ષા માટે ડિપોઝીટ ભરવી પડશે. તેમજ વિવિધ પરીક્ષામાં ઉમેદવારી કર્યા બાદ પરીક્ષા ના આપતા ઉમેદવારો માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને ડિપોઝીટ રિફંડ કરાશે. આ ઉપરાંત બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ડિપોઝીટ ભરવા પડશે. તેમજ અનામત વર્ગના ઉમેદવારોએ 400 રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે.

    ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વિવિધ પ્રાથમિક પરીક્ષાઓમાં અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા સામે પરીક્ષામાં ઉપસ્થિત રહેતા ઉમેદવારોની સંખ્યા ક્યારેક ખૂબ જ ઓછી હોય છે. તેમજ ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારો માટે પ્રશ્નપત્રો છપાવવા, તમામ ઉમેદવારોની સંખ્યાના આધારે સેન્ટરો લેવા, તમામ સેન્ટર પર જરૂરી સ્ટાફની નિમણૂક કરવી વગેરે માટે થતો ખર્ચ તથા આ માટે માનવબળનો વ્યય ધ્યાને લેતા આયોગમાં થયેલ વિચારણાને અંતે હવે પછી જાહેર થનાર પ્રાથમિક પરીક્ષાઓ માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યાને આધિન આયોગ દ્વારા જરૂર જણાય ડિપોઝિટ તરીકે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જાન્યુઆરીના અંતમાં ભરતી કેલેન્ડર 2025-26 જાહેર કરવામાં આવશે.

Write a Comment

98988 56777