In the final result of Junior Clerk and Talati Examination
- 22 June 2023
- Liberty Career Acade
- 0 COMMENTS
લિબર્ટી એકેડમી ફરીથી નં. 1‼️
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
ઉપરોક્ત પંક્તિને સાર્થક કરતાં યોગ્ય પ્લાનિંગ તથા તેના અમલીકરણથી લિબર્ટી એકેડમીના ઉમેદવારોએ સફળતાના શિખરો સર કર્યા‼️ જુનિયર ક્લાર્ક તથા તલાટી પરીક્ષાના અંતિમ પરિણામમાં
ગુજરાતમાં સૌથી વધુ
લિબર્ટીના 1000+ સફળ ઉમેદવારોને (4 In Top 10) અભિનંદન
સફળતા જેટલી મોટી હોય છે તે મેળવવા માટેનો સંઘર્ષ તેટલો મોટો હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાનો દરેક તબક્કો ‘કરો યા મરો’ ની સ્થિતિ જેવો છે ત્યારે પણ સફળ ઉમેદવારો તેમાં ટકી રહી અને પોતાનું શ્રેષ્ઠ પરફોમન્સ આપવામાં સફળ રહ્યા તેમની તે કળા કાબિલે તારીફ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પરફોમન્સ આપવા માટે ઉમેદવારોએ ક્યાંક નોકરીનો ત્યાગ કર્યો છે તો ક્યાંક સામાજિક જીવનનો ત્યાગ કર્યો છે. જ્યારે ઘણાએ સોશિયલ મિડિયા અને મોજશોખના સાધનોનો ત્યાગ કર્યો છે. આજે જ્યારે આ ત્યાગ રીઝલ્ટ બનીને આવ્યો છે ત્યારે ઉમેદવારનો, તેમના પરિવારજનોનો , મિત્રોનો અને લિબર્ટી એકેડમીનો ખુશીનો પાર નથી.
તેમની આ સફળતાથી ગુજરાતનાં લાખો ઊમેદવારોએ કે જેમને સરકારી નોકરી મેળવવાનું સપનું જોયુ છે તેમને પણ સફળ ઉમેદવારોના અનુભવથી સાચો રસ્તો અને પ્રોત્સાહન મળશે. સફળ ઉમેદવારોએ પરીક્ષાની સમગ્ર યાત્રા દરમિયાન મેળવેલા અનુભવોને રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગ કરી પોતાનું તથા રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી લિબર્ટી પરિવાર વતી શુભેચ્છા.