!-- read more section start -->

Civil Services Exam Structure / સિવિલ સર્વિસીસ એક્ઝામનું સ્ટ્રકચર

Civil Services Exam Structure / સિવિલ સર્વિસીસ એક્ઝામનું સ્ટ્રકચર

  • 13 March 2019
  • LIBERTY
  • 0 COMMENTS

સિવિલ સેવા પરીક્ષા મુખ્યત્વે ત્રણ તબક્કા પ્રારંભિક, મુખ્ય અને ઈન્ટરવ્યુમાં સંપન્ન થાય છે. જેનો સામાન્ય પરિચય નીચે  પ્રમાણે છે.

પરીક્ષા

પરીક્ષા આયોજનનો

માસ (સામાન્યતઃ)

વિષય

કુલ ગુણ

પ્રારંભિક

જૂન

પેપર - I & II

પ્રશ્નપત્ર I – 200

પ્રશ્નપત્ર II – 200

મુખ્ય

 

 

 

ઓકટોબર –

નવેમ્બર

G.S (પેપર -I)

G.S (પેપર -II)

G.S (પેપર -III)

G.S (પેપર -IV)

Opt. (પેપર -I)

Opt. (પેપર -II)

નિબંધ લેખન 

250

250

250

250

250

250

250

 

 

English Com.

ગુજરાતી (ભારતીય ભાષા)

300

300

ઈન્ટરવ્યુ

માર્ચ - એપ્રિલ

વ્યક્તિત્વ પરીક્ષણ

275

 

પ્રારંભિક પરીક્ષા :

સિવિલ સેવા પરીક્ષાનો પ્રથમ તબક્કો પ્રારંભિક પરીક્ષા કહેવાય છે. તેની પ્રકૃતિ સંપૂર્ણપણે હેતુલક્ષી હોય છે, જેના અંતર્ગત પ્રત્યેક પ્રશ્ન માટે આપેલ ચાર સંભવિત વિકલ્પો (a, b, c અને d)માંથી એક સાચા વિકલ્પને પસંદ કરવાનો હોય છે.

સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા કુલ 400 ગુણની હોય છે.      

વર્તમાનમાં પ્રારંભિક પરીક્ષામાં બે પ્રશ્નપત્ર સમાવાયેલ છે.

(1) સામાન્ય અધ્યયન-1 (GS) (100 પ્રશ્ન, 200 ગુણ)

(2) સામાન્ય અધ્યયન-2 (CSAT) (80 પ્રશ્ન, 200 ગુણ)

સામાન્ય અધ્યયન-2 ક્વાલિફાઈંગ પેપરના રૂપમાં છે. જેમાં 33% ગુણ પ્રાપ્ત કરવા આવશ્યક છે.         

બંને પ્રશ્નપત્રોમાં ‘નેગેટિવ માર્કિંગ’ની પદ્ધતિ અમલમાં છે જે હેઠળ 3 જવાબ ખોટા હોય તો 1 સાચા જવાબની બરાબર ગુણ કાપી લેવામાં આવે છે.

પ્રારંભિક પરીક્ષામાં કટ-ઓફનું નિર્ધારણ ફક્ત પ્રથમ પ્રશ્નપત્ર એટલે સામાન્ય અધ્યયન-1ના આધાર પર કરવામાં આવે છે.

સામાન્ય અધ્યયન-1માં મેળવેલા ગુણના આધારે કુલ જગ્યાના 12 થી 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.

પ્રારંભિક પરીક્ષાનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે બધા ઉમેદવારોમાંથી થોડાં ગંભીર અને યોગ્ય ઉમેદવારોને પસંદ કરવામાં આવે તથા મુખ્ય પરીક્ષા એ પસંદ કરેલા ઉમેદવારોની વચ્ચે આયોજિત કરાય.

 

મુખ્ય પરીક્ષા :

સિવિલ સેવા પરીક્ષાનો બીજો તબક્કો ‘મુખ્ય પરીક્ષા’ કહેવાય છે.

પ્રારંભિક પરીક્ષામાં સફળ થનાર ઉમેદવારોને સામાન્યતઃ ઓક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન મુખ્ય પરીક્ષા આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

મુખ્ય પરીક્ષા કુલ 1750 ગુણની છે જેમાં 1000 અંક સામાન્ય અધ્યયન માટે (250-250 ગુણના 4 પ્રશ્નપત્ર), 500 ગુણ એક વૈકલ્પિક વિષય માટે (250-250 ગુણના 2 પ્રશ્નપત્ર) તથા 250 ગુણ નિબંધ માટે નિર્ધારિત છે.     

મુખ્ય પરીક્ષામાં ‘ક્વાલિફાઈંગ’ પ્રકૃતિના બંને પ્રશ્નપત્રો (અંગ્રેજી તેમજ હિંદી અથવા સંવિધાનની 8મી અનુસૂચિમાં શમાવિષ્ટ કોઈ ભાષા) માટે 300-300 ગુણ નિર્ધારિત છે, જેમાં ન્યૂનતમ લાયકાત ગુણ 25% (75 ગુણ) નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પ્રશ્નપત્રોના ગુણ અંતિમ મેરિટમાં જોડવામાં આવતા નથી.   

મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્ર અંગ્રેજી અને હિંદી બંને ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે છે, જો કે ઉમેદવારોને સંવિધાનની 8મી અનુસૂચિમાં શામેલ 22 ભાષાઓ પૈકી કોઈપણ ભાષામાં જવાબ આપવાની છૂટ હોય છે.

નોંધપાત્ર છે કે જ્યાં પ્રારંભિક પરીક્ષા સંપૂર્ણપણે હેતુલક્ષી (Objective) પ્રકારની હોય છે, ત્યાં મુખ્ય પરીક્ષામાં અલગ-અલગ શબ્દ સીમાવાળા વર્ણનાત્મક (Descriptive) પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોમાં વિભિન્ન વિકલ્પોમાંથી જવાબ પસંદ કરવાનો નથી હોતો પરંતુ પોતાના શબ્દોમાં લખવાનું હોય છે. આ જ કારણ છે કે મુખ્ય પરીક્ષામાં સફળ થવા માટે સારી લેખન શૈલી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

 

ઈન્ટરવ્યુ :

સિવિલ સેવા પરીક્ષાનો અંતિમ અને મહત્ત્વપૂર્ણ તબક્કો ઈન્ટરવ્યુ (Interview) કહેવાય છે.

મુખ્ય પરીક્ષામાં પસંદ કરાયેલા ઉમેદવારોએ સામાન્ય રીતે એપ્રિલ – મે માસમાં આયોગની સમક્ષ ઈન્ટરવ્યુ માટે ઉપસ્થિત રહેવાનું હોય છે.

આમાં ન તો પ્રારંભિક પરીક્ષાની જેમ સાચો જવાબ આપવા માટે વિકલ્પ આપવામાં આવે છે અને ન તો મુખ્ય પરીક્ષાના કેટલાક પ્રશ્નપત્રોની જેમ પોતાની સુવિધાથી પ્રશ્નોને પસંદ કરવાની સુવિધા હોય છે. દરેક પ્રશ્નનો જવાબ આપવો જરૂરી હોય છે અને દરેક જવાબ પર તમને પ્રતિપ્રશ્ન પણ પૂછવામાં આવી શકે છે. દરેક ખોટા અથવા ભ્રામક જવાબ ‘નેગેટિવ માર્કિંગ’ જેવું નુક્સાન કરે છે અને પરીક્ષાના પહેલા બે તબક્કઓથી વિપરીત આના માટે કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ પણ નથી. દુનિયામાં જે પણ પ્રશ્ન વિચારી શકાય છે, તે આના અભ્યાસક્રમનો હિસ્સો છે.

યુપીએસસી દ્વારા આયોજિત સિવિલ સેવા પરીક્ષામાં ઈન્ટરવ્યુ માટે 275 ગુણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. મુખ્ય પરીક્ષાના ગુણો (1750 ગુણ)ની તુલનામાં આ તબક્કા માટે નિર્ધારિત ગુણ ઓછા અવશ્ય છે પરંતુ અંતિમ પસંદગી અને પોસ્ટિંગમાં આ ગુણનું વિશેષ યોગદાન હોય છે.

ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોના વ્યક્તિત્વનું પરીક્ષણ આ તબક્કામાં કરવામાં આવે છે, જેમાં આયોગમાં નિર્ધારિત સ્થાન પર ઈન્ટરવ્યુ બોર્ડના સભ્યો દ્વારા મૌખિક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ ઉમેદવારે મૌખિક રૂપથી જ આપવાનો હોય છે. આ પ્રક્રિયા ઉમેદવારોની સંખ્યાના અનુસાર સામાન્યતઃ 40-50 દિવસો સુધી ચાલે છે.

મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં પ્રાપ્ત કરેલ કુલ ગુણના આધાર પર અંતિમ રૂપથી મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

Write a Comment

98988 56777