ભારત અને અમેરિકા વચ્ચે નવમાં સ્તરની રાજદ્વારી સુરક્ષા ચર્ચા થઇ

ભારત અને અમેરિકા વચ્ચે નવમાં સ્તરની રાજદ્વારી સુરક્ષા ચર્ચા થઇ

ભારત અને અમેરિકાની વચ્ચે વોશિંગ્ટનમાં ગઇકાલે નવમાં સ્તરની રાજદ્વારી સુરક્ષા ચર્ચા થઈ.

બેઠકમાં ભારત તરફથી વિદેશ સચિવ વિજય ગોખલે અને અમેરિકા તરફથી હથિયાર નિયંત્રણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિભાગના ઉપમંત્રી એન્ડ્રી થોમસે ભાગ લીધો હતો.

આ બેઠકમાં બંને પક્ષોએ વૈશ્વિક સુરક્ષા અને પ્રસારની સામે પડકારો, જનસંહાર હથિયારોના પ્રસારને રોકવા માટે સાથે મળીને કામ કરવા માટેના પ્રયત્નો, દ્વિપક્ષીય સુરક્ષા, નાગરિક પરમાણુ સહયોગ અને ભારતમાં છ અમેરિકી પરમાણુ ઉર્જા પ્લાન્ટ સ્થાપવા સહિત કેટલાંક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.