કરતારપુર કોરિડોર માટે ભારત અત્યાધુનિક યાત્રી ટર્મિનલ ભવનનું નિર્માણ કરશે

કરતારપુર કોરિડોર માટે ભારત અત્યાધુનિક યાત્રી ટર્મિનલ ભવનનું નિર્માણ કરશે

કોરિડોરને વીઝા ફ્રી રાખવામાં આવે. ભારતે આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં રોજના 5000 શ્રદ્ધાળુઓને એક્સેસ કરવાની માંગ કરી છે. આ મુદ્દે વધુ ચર્ચા માટે આગામી બેઠક 2 એપ્રિલે યોજાશે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર વિશે ચર્ચા કરવા માટે અટારી વાઘા બોર્ડર પર પહેલી બેઠક યોજાઈ હતી.

આ બેઠક ગુરુનાનક દેવની 550મી જન્મજયંતિએ કરતારપુર કોરિડોરને શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને ધ્યાનમાં રાખીને કરાઈ છે.

બેઠક મુજબ કરતારપુર કોરિડોર માટે ભારત અત્યાધુનિક યાત્રી ટર્મિનલ ભવનનું નિર્માણ કરશે.

આ ટર્મિનલ ભવન 190 કરોડના ખર્ચે તૈયાર થશે.

જેમાં યાત્રીઓની તમામ સુખ-સુવિધાઓનું ધ્યાન રખાશે. સાથે જ ભારતે માંગ મુકી છે કે આ કોરિડોરને વીઝા ફ્રી રાખવામાં આવે.

ભારતે આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં રોજના 5000 શ્રદ્ધાળુઓને એક્સેસ કરવાની માંગ કરી છે.

આ મુદ્દે વધુ ચર્ચા માટે આગામી બેઠક 2 એપ્રિલે યોજાશે.