Frequently Asked Questions.

Find Your Questions & Answers

1. સ્પર્ધાત્મક ભરતી પરીક્ષા ક્ષેત્રે ઉમેદવાર પાસે કયા-કયા વિકલ્પો ઉપસ્થિત હોય છે ?

ભરતી પરીક્ષાક્ષેત્રે ઉમેદવાર UPSC (IAS/IPS..), GPSC (Dy Collector/Dy.SP..), SSC(CGL, CHSL, MTS), IBPS (BANK PO, BANK CLERK), RRB, GSSSB (Clerk, Office Assistant, Talati..), SEB (TET/TAT) જેવા બોર્ડ દ્વારા આયોજિત ક્લાસ 1, 2, 3ની વિવિધ પરીક્ષાઓની પસંદગી કરી શકે છે.

2. ભરતી પરીક્ષાની જાહેરાતની જાણકારી કેવી રીતે મેળવી શકાય ?

ભરતી પરીક્ષાની જાહેરાતની જાણકારી સમાચારપત્રો, સરકારી અને અન્ય વેબસાઈટો તથા લિબર્ટી ગ્રુપ દ્વારા પ્રકાશિત સાપ્તાહિક લિબર્ટી કેરિઅર ન્યૂઝમાંથી માહિતી મેળવી શકો છો.

3. શું સરકારી નોકરી મેળવવી મુશ્કેલ હોય છે ?

ના, સરકારી નોકરી મેળવવી મુશ્કેલ નથી. એક વર્ષમાં યોગ્ય રણનીતિ સાથે કરેલ મહેનતથી સરકારી નોકરી મેળવી શકાય છે.

4. શું સરકારી નોકરીમાં બધા લાગવગથી જ પાસ થાય છે ?

સરકારી નોકરીમાં બધા લાગવગથી જ પાસ થાય છે એવી ધારણા સામાન્ય રીતે જોવા મળે છે પરંતુ વાસ્તવિકતામાં ઉમેદવાર પોતાની મહેનત અને આવડતથી જ ભરતી પરીક્ષામાં સફળતા મેળવે છે.

5. શાળાનું માધ્યમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલું મહત્વનું છે ?

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં દરેક માધ્યમના ઉમેદવારો સફળ થતા હોય છે તેથી ઉમેદવારનું શાળાનું માધ્યમ અહીં સમસ્યા નથી.

6. શું હું કોચિંગ વિના ભરતી પરીક્ષામાં સફળ થઈ શકું છું ?

હા, જો તમે તમારી જાતે સારી રીતે અભ્યાસ કરી શકો છો, તો તમે આ પરીક્ષામાં ચોક્કસપણે સફળ થઈ શકો છો. પરંતુ, જો તમે તેવું નથી કરી શકતા, તો કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાંથી માર્ગદર્શન મેળવવામાં કોઈ નુકસાન નથી. તેવી ઘણી સારી સંસ્થાઓ અને શિક્ષકો છે જે ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન અને મદદ કરે છે. તમામ કોચિંગ સંસ્થાઓ સારી ગુણવત્તા પૂરી પાડતા નથી. તેથી જો તમારે કોઈપણ સંસ્થામાં જવું હોય તો તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી જાઓ.

7. કોચિંગ ઇન્સ્ટિટ્યુટ પસંદ કરવા માટેનો આધાર શું હોવો જોઈએ ?

કોચિંગ સંસ્થાઓ ઉમેદવારોને ઘણી રીતે મદદ કરે છે, તેમ છતાં યોગ્ય સંસ્થામાં પ્રવેશ ન મેળવીને ઉમેદવારોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી, કોચિંગ ઇન્સ્ટિટ્યુટની પસંદગી કરતી વખતે ઉમેદવારોએ યોગ્ય કાળજી લેવી જોઈએ. તે માટે પાછલા વર્ષોમાં સફળતા દરોનું વિશ્લેષણ, સંસ્થાના શિક્ષકગણ, બેચનો સમયગાળો, ટેસ્ટ, મટીરીયલ અને જે વિદ્યાર્થીઓએ સંસ્થામાં પ્રવેશ મેળવ્યો છે તેમનો ઓપિનિયન ધ્યાનમાં લેવા જોઈએ.

8. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ક્યારથી શરૂ કરવી જોઈએ ?

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરુ કરવાનો યોગ્ય સમય કોલેજકાળ છે. ગ્રેજ્યુએટ કે માસ્ટર થયા પછી તૈયારી કરી શકાય છે પરંતુ તૈયારીઓ મોડી શરૂઆત કરવાના ગેરફાયદા જેવા કે સામાજિક અને આર્થિક દબાણ મુખ્ય છે.

9. શું ભરતી પરીક્ષાની તૈયારી નોકરી સાથે કરી શકાય ?

ભરતી પરીક્ષા તૈયાર કરવાની પ્રક્રિયા લાંબા ગાળાની પ્રક્રિયા છે, તે નોકરી અથવા વ્યવસાયના કોર્સ સાથે પણ થઈ શકે છે. પાછલા વર્ષના પરિણામો જોતા નોકરી કે અભ્યાસ કરતા લોકો પણ સફળ થયા છે. તેથી ઉમેદવારે પોતાની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.

10. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે કેટલા કલાકની મહેનત જરૂરી છે ?

આ પરીક્ષાને પાસ કરવા માટેનો કોઈ નિયત સમયસીમા નથી. હકીકતમાં, સફળતા અભ્યાસના કલાકો કરતા તૈયારીની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જો ઉમેદવાર દિવસદીઠ એક વર્ષ માટે 6 કલાકનું કાળજીપૂર્વક અભ્યાસ કરે તો તે લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સમય મર્યાદા ગણી શકાય.

1. સિવિલ સર્વિસીસ પરીક્ષા શું છે ?

UPSC દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા દર વર્ષે IAS,IPS,IFS, IRS જેવી ક્લાસ 1ની કુલ 24 પોસ્ટ માટે યોજાય છે.

2. સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે લાયકાત શું હોવી જોઈએ ?

સિવિલ સર્વિસીસ પરીક્ષા માટે ઉમેદવાર સ્નાતક અથવા T.Y Appeared હોવા જોઈએ.

3. સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન ક્યારે બહાર પડે છે ?

સિવિલ સર્વિસીસ પરીક્ષાનું નોટિફિકેશન ફેબ્રુઆરી/માર્ચમાં બહાર પડે છે. જેનું અગાઉના એક વર્ષનું કેલેન્ડર UPSCની વેબસાઈટ પર મૂકવામાં આવે છે.

4. સિવિલ સર્વિસીસ પરીક્ષાની પદ્ધતિ શું હોય છે ?

સિવિલ સર્વિસીસ પરીક્ષામાં મુખ્યત્વે ત્રણ તબક્કા હોય છે. (1) પ્રીલીમીનરી (વૈકલ્પિક) (2) મુખ્ય (વર્ણનાત્મક) (3) ઈન્ટરવ્યૂ (મૌખિક કસોટી)

5. પ્રિલિમિનરી પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

પ્રિલિમિનરી પરીક્ષામાં : (1) સામાન્ય અભ્યાસ – 1 (200 માર્ક્સ) અને (2) સામાન્ય અભ્યાસ – 2 (200 માર્ક્સ)ના હેતુલક્ષી પ્રકારના કુલ બે પ્રશ્નપત્રો હોય છે.તે એક માત્ર સ્ક્રીનીંગ ટેસ્ટ છે જેના માર્ક્સ અંતિમ મેરીટ લીસ્ટમાં ગણવામાં આવતા નથી. સામાન્ય અભ્યાસ-2માં ઉમેદવારે ફક્ત પાસ થવાનું રહેશે પાસ થવા માટે 33 % ગુણ લાવવા જરૂરી છે. આ બંને પ્રશ્નપત્રોની ભાષા હિન્દી તથા Englishમાં રહેશે.

6. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

મુખ્ય પરીક્ષાના ઉમેદવારોની પસંદગી પ્રિલિમિનરી પરીક્ષાના સામાન્ય અભ્યાસ-1ના મેરીટ આધારિત કરવામાં આવે છે જેમાં જે-તે વર્ષે ભરવાપત્ર જગ્યાઓના 12થી 13 ગણા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

7. મુખ્ય પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

મુખ્ય પરીક્ષામાં : પેપર 1 – ગુજરાતી(બંધારણ માન્ય ભાષાઓ પૈકી કોઈ પણ એક) તથા પેપર 2 – English જે 300 માર્ક્સના હોય છે. તેમાં ફક્ત પાસ થવું જરૂરી હોય છે. પેપર 3 – નિબંધ, પેપર 4 – સામાન્ય અભ્યાસ – 1, પેપર 5 – સામાન્ય અભ્યાસ – 2, પેપર 6 – સામાન્ય અભ્યાસ – 3, પેપર 7 – સામાન્ય અભ્યાસ – 4, પેપર 8 – વૈકલ્પિક વિષય – 1, પેપર 9 – વૈકલ્પિક વિષય – 2 જે પ્રત્યેક પેપરના 250 માર્કસ મુજબ કુલ 1750 ગુણ ધરાવે છે. જેના માર્ક્સ મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે.

8. ઈન્ટરવ્યૂ માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

ઈન્ટરવ્યૂ માટેના ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષાના પેપર-3થી પેપર 9ના કુલ 1750 ગુણના મેરીટ આધારિત કુલ જગ્યાના ત્રણગણા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.

9. આખરી પસંદગી કેવી રીતે થાય છે ?

આખરી પસંદગી મુખ્ય પરીક્ષાના 1750 ગુણ+ઈન્ટરવ્યૂના 275 ગુણ એમ કુલ 2025 ગુણમાંથી મેળવેલા કુલ ગુણને આધારે પસંદગી થાય છે.

10. સિવિલ સર્વિસ પરીક્ષામાં 'મોક ટેસ્ટ' આપવાથી કોઈ ફાયદો થાય છે? જો હા, તો પછી શું ?

હા, સિવિલ સર્વિસીસ પરીક્ષામાં મોક ટેસ્ટ આપવી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. (1) તમે પરીક્ષામાં તાણ (ચિંતા) પર નિયંત્રણ રાખવાનું શીખો છો. (2) સમય વ્યવસ્થાપન ક્ષમતા સુધરે છે. (3) મોક ટેસ્ટમાં તમે વિવિધ પ્રયોગ દ્વારા પરીક્ષા સંબંધિત વ્યૂહરચના નક્કી કરી શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચી શકો છો. (4) તમારા તૈયારીના સ્તરનું અનુમાન લગાવી શકો છો. આ બધા લાભો ફક્ત ત્યારે જ ઉપયોગી બને છે જયારે તમે યોગ્ય સંસ્થાની મોક ટેસ્ટ સિરીઝ પસંદ કરી હોય. 'લિબર્ટી એકેડમી' ની મોક ટેસ્ટ સીરીઝ પ્રોગ્રામ ઉચ્ચતમ ગુણવત્તા ધરાવે છે, જે માટે તમે તમારા નજીકના સેન્ટરનો સંપર્ક કરી શકો છો.

11. શું સામાન્ય અભ્યાસક્રમની તૈયારી પોતાની જાતે કરી શકાય તેમ છે ? જો હા તો કેવી રીતે ?

હા, તે મુશ્કેલ છે પણ અશક્ય નથી. જો તમે તમારા દ્વારા વિવિધ સેગમેન્ટ્સમાં સમાયેલી વિભાવનાઓને સમજી શકો છો, તેમાં સમકાલીન હકીકતો ઉમેરી શકો છો, અંગ્રેજીમાં ઉપલબ્ધ સામગ્રીને સમજી શકો છો તથા તેને ગુજરાતીમાં પ્રસ્તુત કરી શકો છો અને દોઢથી બે વર્ષ સુધી ઇન્ટરનેટથી યોગ્ય સામગ્રીને શોધી શકો છો તો તમે તમારા સ્તરે સામાન્ય અભ્યાસ તૈયાર કરી શકો છો.

12. ટાઇમ મેનેજમેન્ટ એ પરીક્ષા માટે સૌથી મોટો પડકાર છે તો તેના માટે શું કરવું જોઈએ ?

ટાઇમ મેનેજમેન્ટ માટે ટેસ્ટ એ યોગ્ય માધ્યમ છે મોક ટેસ્ટ આપતી વખતે ધ્યાન આપો કે કયા પ્રશ્નો ઓછા સમય તથા કયા પ્રશ્નો વધુ સમય માંગી લે છે તેની અલગથી તારવણી કરો. ત્યાર બાદ વધુ સમય લેતા પ્રશ્નો વિષે અલગથી રણનીતિ બનાવી તેના ઉપર વારંવાર પ્રેક્ટિસ કરવી જોઈએ.

13. શરૂઆતથી હું ગણિતમાં નબળો છું તો શું હું CSAT (પ્રિલીમ)માં પાસ થઈ શકું છું ?

હા, તમે ચોક્કસ સફળ થઈ શકો છો. CSATના લગભગ 80 પ્રશ્નોમાંથી ગણિતના પ્રશ્નો લગભગ 15 છે. જો તમે ગણિતથી સંપૂર્ણપણે દૂર રહેવા માંગતા હો, તો પછી બાકીના પ્રશ્નો પર સખત મહેનત કરો. જો શક્ય હોય તો, તમે ગણિતમાં કેટલાક ટોપિક તૈયાર કરો કે જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટકાવારી અને ગુણોત્તર.

14 શું વિદ્યાર્થીએ મુખ્ય પરીક્ષામાં આપેલ શબ્દ સીમાને અનુસરવું ફરજિયાત છે ?

હા ફરજિયાત છે, કારણ કે UPSCએ જવાબ માટેની શબ્દ મર્યાદા નક્કી કરી છે, તેથી કમિશન અપેક્ષા રાખે છે કે ઉમેદવારો સંપૂર્ણ મર્યાદાની અંદર બધી યોગ્ય માહિતી પ્રદાન કરશે. ચોક્કસ સંજોગોમાં, ઉમેદવારો કમિશન દ્વારા નક્કી કરાયેલી મર્યાદાથી 10% વધુ કે ઓછી છુટ લઇ શકે છે. નિશ્ચિત સમય મર્યાદામાં આવશ્યક ઉપયોગી માહિતી પ્રદાન કરવા માટે સતત પ્રેક્ટિસ જરૂરી છે તેથી ઉમેદવારે મુખ્ય પરીક્ષામાં બેસતા પહેલા લેખનશૈલીનો અભ્યાસ કરવો જોઈએ.

15 શું સિવિલ સેવા પરીક્ષા બધી પરીક્ષાઓમાં સૌથી મુશ્કેલ પરીક્ષા છે ?

ના નહીં, આ સંપૂર્ણપણે સાચું નથી. સિવિલ સેવા પરીક્ષા પણ અન્ય પરીક્ષાઓની જેમ જ એક પરીક્ષા છે, તફાવત ફક્ત તેની પ્રકૃતિ અને પ્રક્રિયામાં છે. અન્ય પરીક્ષાઓની જેમ જો ઉમેદવાર આ પરીક્ષાના અનુરૂપ યોગ્ય અને ગતિશીલ રણનીતિ બનાવીને તૈયારી કરે તો તેની સફળતાની સંભાવના વધી જાય છે. ધ્યાન રહે, ઉમેદવારોની ક્ષમતાઓમાં તફાવત હોઈ શકે છે પરંતુ યોગ્ય રણનીતિ અને સતત અભ્યાસથી કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી.

16. શું સિવિલ સેવા પરીક્ષામાં સફળ થવા માટે પ્રતિદિન 16-18 કલાકનો અભ્યાસ કરવો જરૂરી છે ?

સિવિલ સેવા પરીક્ષા સામાન્ય રીતે ત્રણ તબક્કાઓમાં (પ્રારંભિક, મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યૂ)માં આયોજિત કરવામાં આવે છે, જેમાં પ્રત્યેક તબક્કાની પ્રકૃતિ અને રણનીતિ અલગ-અલગ હોય છે. એવામાં એ કહેવું કે આ પરીક્ષામાં સફળ થવા માટે પ્રતિદિન 16-18 કલાક અભ્યાસ કરવો જરૂરી છે, સંપૂર્ણપણે સાચું નથી. સફળતા, અભ્યાસના કલાકો સિવાય અન્ય પાસાઓ પર પણ નિર્ભર કરે છે. જો કોઈ ઉમેદવાર કુશળ માર્ગદર્શનમાં નિયમિત રૂપથી 8 કલાક અભ્યાસ કરે છે તો તેની સફળ થવાની સંભાવના વધી જાય છે.

17 ઘણા લોકો કહે છે કે આ પરીક્ષાને પાસ કરવા માટે નસીબની જરૂર છે, શું આ સાચું છે ?

જો તમે નસીબમાં વિશ્વાસ કરો છો તો સ્પષ્ટ રીતે આ વાતને સમજી લો કે આ પરીક્ષાને પાસ કરવામાં નસીબનો ફાળો માત્ર 1% અને તમારી મહેનતનો 99% છે. તમે તમારા હાથોથી સફળતાના 99% ભાગને ગુમાવશો નહીં. જો તમે ઈમાનદારીથી મહેનત કરશો તો નસીબ તમારો સાથ જરૂર આપશે. ધ્યાનમાં રાખો, ‘ ઈશ્વર તેમની સહાયતા કરે છે જે પોતાની સહાયતા સ્વયં કરે છે.’

18 ઘણા લોકો કહે છે કે આઈએએસની નિમણુંકમાં ભ્રષ્ટાચાર થાય છે, શું આ સાચું છે ?

આ આરોપ સંપૂર્ણ ખોટો છે. આ આખી પરીક્ષા એટલી નિષ્પક્ષ છે કે તમે આની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. પરીક્ષા લેવાની પદ્ધતિ ખામીયુક્ત હોઈ શકે છે પરંતુ સિવિલ સેવા અધિકારીઓની નિમણૂકમાં ભ્રષ્ટાચાર નથી હોતો. તેમની નિમણૂક નિષ્પક્ષ હોય છે. તમે તેના પર વિશ્વાસ કરી શકો છો.

1. GPSC CLASS 1, 2 પરીક્ષા શું છે ?

આ પરીક્ષા દ્વારા ડેપ્યુટી કલેકટર, Dy.SP તથા મામલતદાર, સેક્શન અધિકારી જેવી ક્લાસ 1 અને 2ની કુલ 14 પોસ્ટ માટે GPSC CLASS 1,2 પરીક્ષા દર બે વર્ષે યોજાય છે.

2. GPSC CLASS 1, 2 પરીક્ષા માટે લાયકાત શું હોવી જોઈએ ?

GPSC CLASS 1,2ની પરીક્ષા માટે ઉમેદવાર સ્નાતક અથવા T.Y Appeared હોવા જોઈએ.

3. GPSC CLASS 1, 2 પરીક્ષાની પદ્ધતિ શું છે ?

આ પરીક્ષામાં મુખ્યત્વે ત્રણ તબક્કા હોય છે. (1) પ્રિલિમિનરી (વૈકલ્પિક), (2) મુખ્ય (વર્ણનાત્મક) અને (3) ઈન્ટરવ્યૂ (મૌખિક કસોટી)

4. પ્રિલિમિનરી પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

પ્રિલિમિનરી પરીક્ષામાં : (1) સામાન્ય અભ્યાસ – 1 (200 માર્ક્સ) અને (2) સામાન્ય અભ્યાસ – 2 (200 માર્ક્સ)

5. શું પ્રિલિમિનરી પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ હોય છે ?

હા, આ પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ દરેક ખોટા જવાબદીઠ 0.33 હોય છે.

6. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

મુખ્ય પરીક્ષાના ઉમેદવારોની પસંદગી પ્રિલિમિનરી પરીક્ષાના સામાન્ય અભ્યાસ-1 અને સામાન્ય અભ્યાસ-2ના બંને પેપરના મેરીટ આધારિત કરવામાં આવે છે જેમાં જે-તે વર્ષે ભરવાપત્ર જગ્યાઓના 12થી 13 ગણા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

7. મુખ્ય પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

મુખ્ય પરીક્ષામાં : પેપર 1 – ગુજરાતી, પેપર 2 – English પેપર 3 – નિબંધ, પેપર 4 – સામાન્ય અભ્યાસ – 1, પેપર 5 – સામાન્ય અભ્યાસ – 2, પેપર 6 – સામાન્ય અભ્યાસ – 3 આ તમામ પેપરના 150 માર્કસ મુજબ કુલ 900 ગુણ ધરાવે છે. જેના માર્ક્સ મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે.

8. ઈન્ટરવ્યૂ માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

ઈન્ટરવ્યૂ માટેના ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષાના કુલ 900 ગુણના મેરીટ આધારિત કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.

9. આખરી પસંદગી કેવી રીતે થાય છે ?

આખરી પસંદગી મુખ્ય પરીક્ષાના 900 ગુણ+ઈન્ટરવ્યૂના 100 ગુણ એમ કુલ 1000 ગુણમાંથી મેળવેલા કુલ ગુણને આધારે પસંદગી કરવામાં આવે છે.

10. GPSC CLASS 1,2ની તૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો ક્યાંથી મેળવી શકાય ?

GPSC CLASS 1,2ની તૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો તમારા નજીકના બુક સ્ટોર પરથી, લિબર્ટી બુક ડેપો : લિબર્ટી હાઉસ, તોરણ ડાઈનીંગ હોલની પાસે ઇન્કમટેક્ષ અમદાવાદથી તથા લિબર્ટીની વેબસાઈટ eliberty.in પરથી ઓનલાઈન પણ મેળવી શકો છો.

11. શું પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી અલગ અલગ કરવી જોઈએ ?

જો તમારી પાસે પુરતો સમય હોય તો તમે પ્રીલીમીનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી એક સાથે કરી શકો છો પરંતુ પ્રીલીમીનરી પરીક્ષા માટે સમય ઓછો હોય તો તેના પર ફોકસ કરવું જોઈએ.

12. GPSC Class 1,2 પરીક્ષાની તૈયારી માટે નોટ્સનું શું મહત્વ છે ?

પરીક્ષાના અંતિમ દિવસોમાં રીવીઝન કરતી વખતે નોટ્સ ઉપયોગી નીવડે છે તેના કારણે વાંચેલું સરળતાથી યાદ રાખી શકાય છે તથા સમયનો બચાવ થાય છે.

13. હું અંગ્રેજીમાં નબળો છું તો શું હું Class 1,2 અધિકારી થઈ શકું છું ?

ક્લાસ 1,2ની મુખ્ય પરીક્ષામાં કમ્પલસરી અંગ્રેજીના પેપર સિવાય બાકીના તમામ પેપરો ગુજરાતીમાં આપી શકાય છે તથા કમ્પલસરી અંગ્રેજીનું લેવલ ધોરણ 12ને સમકક્ષ હોય છે જેમાં તમે થોડાક જ મહાવરાથી સારા એવા માર્ક્સ મેળવી શકો છો.

1. પોલીસ ઇન્સ્પેકટર (PI) પરીક્ષા માટે લાયકાત શું હોવી જોઈએ ?

PIની પરીક્ષા માટે ઉમેદવાર સ્નાતક અથવા T.Y Appeared હોવા જોઈએ.

2. PI પરીક્ષાની પદ્ધતિ શું છે ?

આ પરીક્ષામાં મુખ્યત્વે ચાર તબક્કા હોય છે. (1) પ્રિલિમિનરી (વૈકલ્પિક), (2) શારીરિક કસોટી, (3) મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક) અને (4) ઈન્ટરવ્યૂ (મૌખિક)

3. પ્રિલિમિનરી પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

પ્રિલિમિનરી પરીક્ષામાં સામાન્ય અભ્યાસનું પેપર (300 માર્ક્સ) નું પેપર હશે. જે હેતુલક્ષી પ્રકારનું રહેશે.

4. શું પ્રિલિમિનરી પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ હોય છે ?

હા, આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ દીઠ નેગેટીવ માર્કિંગ 0.30 હોય છે.

5. શારીરિક ક્ષમતા કસોટી માટે ઉમેદવારોની પસંદગી કેવી રીતે થાય છે ?

કુલ જગ્યાના 20 ગણા ઉમેદવારોને પ્રીલીમીનરી પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવે છે.

6. શારીરિક ક્ષમતા કસોટીની રૂપરેખા શું હોય છે ?

શારીરિક ક્ષમતા કસોટી માટે પુરુષ ઉમેદવારને 5 કિમી. (5000 મીટર) દોડ 25.00 મીનીટમાં પૂરી કરવાની હોય છે. મહિલા ઉમેદવારો માટે (1600 મીટર) દોડ 9.30માં પૂરી કરવાની હોય છે.

7. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.

8. મુખ્ય પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

મુખ્ય પરીક્ષામાં પેપર 1 – ગુજરાતી ભાષા (200 માર્ક્સ), પેપર 2 – અંગ્રેજી ભાષા (200 માર્ક્સ), પેપર 3 – સામાન્ય અભ્યાસ 1 (200 માર્ક્સ) અને પેપર 4 – સામાન્ય અભ્યાસ 2 (200 માર્ક્સ)ના પેપર હોય છે જે તમામ પેપર 200 માર્કસ મુજબ કુલ 800 ગુણભાર ધરાવે છે.

9. ઈન્ટરવ્યૂ માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

ઈન્ટરવ્યૂ માટેના ઉમેદવારોની પસંદગી મુખ્ય પરીક્ષાના કુલ 800 ગુણના મેરીટ આધારિત કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે.

10. આખરી પસંદગી કેવી રીતે થાય છે ?

આખરી પસંદગી લેખિત કસોટી અને ઈન્ટરવ્યૂ કસોટીમાં મેળવેલ કુલ ગુણને આધારે કરવામાં આવશે.

11. PIની તૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો ક્યાંથી મેળવી શકાય ?

PIની તૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો તમારા નજીકના બુક સ્ટોર પરથી, લિબર્ટી બુક ડેપો : લિબર્ટી હાઉસ, તોરણ ડાઈનીંગ હોલની પાસે ઇન્કમટેક્ષ અમદાવાદથી તથા લિબર્ટીની વેબસાઈટ eliberty.in પરથી ઓનલાઈન પણ મેળવી શકો છો.

12. શું પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી અલગ અલગ કરવી જોઈએ ?

જો તમારી પાસે પુરતો સમય હોય તો તમે પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી એક સાથે કરી શકો છો પરંતુ પ્રિલિમિનરી પરીક્ષા માટે સમય ઓછો હોય તો તેના પર ફોકસ કરવું જોઈએ.

13. PI પરીક્ષાની તૈયારી માટે નોટ્સનું શું મહત્વ છે ?

પરીક્ષાના અંતિમ દિવસોમાં રીવીઝન કરતી વખતે નોટ્સ ઉપયોગી નીવડે છે તેના કારણે વાંચેલું સરળતાથી યાદ રાખી શકાય છે તથા સમયનો બચાવ થાય છે.

1. Dy.SOની પરીક્ષા શું છે ?

આ પરીક્ષા ડેપ્યુટી સેક્શન ઓફીસર તથા નાયબ મામલતદારની જગ્યાઓ માટે સમયાંતરે યોજાય છે.

2. Dy.SO પરીક્ષા માટે લાયકાત શું હોવી જોઈએ ?

Dy.SOની પરીક્ષા માટે ઉમેદવાર સ્નાતક અથવા T. Y Appeared હોવા જોઈએ.

3. Dy.SO પરીક્ષાની પદ્ધતિ શું છે ?

આ પરીક્ષામાં મુખ્યત્વે બે તબક્કા હોય છે.(1) પ્રિલિમિનરી (વૈકલ્પિક) અને (2) મુખ્ય (વર્ણનાત્મક)

4. પ્રિલિમિનરી પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

પ્રિલિમિનરી પરીક્ષામાં સામાન્ય અભ્યાસ – 1 (200 માર્ક્સ) નું પેપર હશે. જે હેતુલક્ષી પ્રકારનું રહેશે.

5. શું પ્રિલિમિનરી પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ હોય છે ?

હા, આ પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ દરેક ખોટા જવાબદીઠ 0.33 હોય છે.

6. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

મુખ્ય પરીક્ષાના ઉમેદવારોની પસંદગી પ્રિલિમિનરી પરીક્ષાના સામાન્ય અભ્યાસમાં મેળવેલા કુલ ગુણના આધારે કરવામાં આવે છે જેમાં જે-તે વર્ષે ભરવાપત્ર જગ્યાઓના 3 ગણા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.

7. મુખ્ય પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

મુખ્ય પરીક્ષામાં : પેપર 1 – ગુજરાતી ભાષા, પેપર 2 – English પેપર 3 – સામાન્ય અભ્યાસ-1, પેપર 4 – સામાન્ય અભ્યાસ – 2 આ તમામ પેપરના 100 માર્કસ મુજબ કુલ 400 ગુણ ધરાવે છે.

8. આખરી પસંદગી કેવી રીતે થાય છે ?

આખરી પસંદગી ફક્ત મુખ્ય પરીક્ષામાં મેળવેલ કુલ ગુણને આધારે નક્કી કરવામાં આવે છે. આ પરીક્ષામાં ઈન્ટરવ્યૂની કસોટી હોતી નથી.

9. Dy.SOની તૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો ક્યાંથી મેળવી શકાય ?

Dy.SOની તૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો તમારા નજીકના બુક સ્ટોર પરથી, લિબર્ટી બુક ડેપો : લિબર્ટી હાઉસ, તોરણ ડાઈનીંગ હોલની પાસે ઇન્કમટેક્ષ અમદાવાદથી તથા લિબર્ટીની વેબસાઈટ eliberty.in પરથી ઓનલાઈન પણ મેળવી શકો છો.

10. શું પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી અલગ અલગ કરવી જોઈએ ?

જો તમારી પાસે પુરતો સમય હોય તો તમે પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી એક સાથે કરી શકો છો પરંતુ પ્રિલિમિનરી પરીક્ષા માટે સમય ઓછો હોય તો તેના પર ફોકસ કરવું જોઈએ.

11. Dy.SO પરીક્ષાની તૈયારી માટે નોટ્સનું શું મહત્વ છે ?

પરીક્ષાના અંતિમ દિવસોમાં રીવીઝન કરતી વખતે નોટ્સ ઉપયોગી નીવડે છે તેના કારણે વાંચેલું સરળતાથી યાદ રાખી શકાય છે તથા સમયનો બચાવ થાય છે.

1. પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI) પરીક્ષા માટે લાયકાત શું હોવી જોઈએ ?

PSIની પરીક્ષા માટે ઉમેદવાર સ્નાતક અથવા T.Y Appeared હોવા જોઈએ.

2. PSI પરીક્ષાની પદ્ધતિ શું છે ?

આ પરીક્ષામાં મુખ્યત્વે ત્રણ તબક્કા હોય છે. (1) પ્રિલિમિનરી (વૈકલ્પિક), (2) શારીરિક કસોટી અને (3) મુખ્ય (વર્ણનાત્મક)

3. પ્રિલિમિનરી પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

પ્રિલિમિનરી પરીક્ષામાં સામાન્ય અભ્યાસ – 1 (100 માર્ક્સ) નું પેપર હશે. જે હેતુલક્ષી પ્રકારનું રહેશે.

4. શું પ્રિલિમિનરી પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ હોય છે ?

હા, આ પરીક્ષામાં દરેક ખોટા જવાબ દીઠ નેગેટીવ માર્કિંગ 0.25 હોય છે.

5. શારીરિક ક્ષમતા કસોટી શું હોય છે ?

શારીરિક ક્ષમતા કસોટી 50 માર્ક્સની હોય છે. શારીરિક ક્ષમતા કસોટીમાં નિયમ મુજબ ઉમેદવારે QUALIFY થવાનું રહેશે.

6. શારીરિક ક્ષમતા કસોટીની રૂપરેખા શું હોય છે ?

શારીરિક ક્ષમતા કસોટી માટે પુરુષ ઉમેદવારને 5 કિમી. (5000 મીટર) દોડ 24.30 મીનીટમાં પૂરી કરવાની હોય છે. મહિલા ઉમેદવારો માટે 1600 મીટર દોડ 9.30માં પૂરી કરવાની હોય છે. અને Ex-Serviceman માટે 2400 મીટરની દોડ 12.30 મિનીટમાં પૂરી કરવાની હોય છે. શારીરિક ક્ષમતા કસોટીમાં ઓછા સમયમાં દોડ પૂરી કરનારને વધુ માર્ક્સ મળે છે.

7. મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

શારીરિક ક્ષમતા કસોટીમાં સફળ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.

8. મુખ્ય પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

મુખ્ય પરીક્ષામાં પેપર 1 – ગુજરાતી ભાષા, પેપર 2 – અંગ્રેજી ભાષામ, પેપર 3 – સામાન્ય જ્ઞાન અને પેપર 4 – કાયદાકીય બાબતોના પેપર હોય છે જે તમામ પેપર 100 માર્કસ મુજબ કુલ 400 ગુણભાર ધરાવે છે.

9. આખરી પસંદગી કેવી રીતે થાય છે ?

આખરી પસંદગી લેખિત કસોટી અને શારીરિક કસોટીમાં મેળવેલ કુલ ગુણને આધારે કરવામાં આવશે.

10. PSIની તૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો ક્યાંથી મેળવી શકાય ?

PSIતૈયારી માટેના લિબર્ટી પ્રકાશનના પુસ્તકો તમારા નજીકના બુક સ્ટોર પરથી, લિબર્ટી બુક ડેપો : લિબર્ટી હાઉસ, તોરણ ડાઈનીંગ હોલની પાસે ઇન્કમટેક્ષ અમદાવાદથી તથા લિબર્ટીની વેબસાઈટ eliberty.in પરથી ઓનલાઈન પણ મેળવી શકો છો.

11. શું પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી અલગ અલગ કરવી જોઈએ ?

જો તમારી પાસે પુરતો સમય હોય તો તમે પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાની તૈયારી એક સાથે કરી શકો છો પરંતુ પ્રિલિમિનરી પરીક્ષા માટે સમય ઓછો હોય તો તેના પર ફોકસ કરવું જોઈએ.

12. PSI પરીક્ષાની તૈયારી માટે નોટ્સનું શું મહત્વ છે ?

પરીક્ષાના અંતિમ દિવસોમાં રીવીઝન કરતી વખતે નોટ્સ ઉપયોગી નીવડે છે તેના કારણે વાંચેલું સરળતાથી યાદ રાખી શકાય છે તથા સમયનો બચાવ થાય છે.

1. CLASS 3ની પરીક્ષામાં કઈ કઈ પરીક્ષાનો સમાવેશ થાય છે ?

CLASS-3ની પરીક્ષામાં તલાટી, કારકુન, ક્લાર્ક, સચિવાલય-બિન સચિવાલય, ઓફીસ આસિસ્ટન્ટ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓનો સમાવેશ થાય છે.

2. CLASS 3 પરીક્ષાની પદ્ધતિ શું છે ?

આ પરીક્ષામાં હેતુલક્ષી પ્રકારનું પેપર તથા કમ્પ્યુટર ટેસ્ટ હોય છે.

3. CLASS 3 પરીક્ષા માટે લાયકાત શું હોવી જોઈએ ?

CLASS 3ની પરીક્ષા માટે ઉમેદવાર 12 પાસ હોવા જોઈએ.

4. CLASS 3ની પરીક્ષાની રૂપરેખા શું હોય છે ?

વર્તમાન પરીક્ષા પદ્ધતિ મુજબ સચિવાલય-બિન સચિવાલય વિભાગોમાં કારકુન તથા ઓફીસ આસીસ્ટન્ટ જેવી પરીક્ષાઓમાં 200 માર્ક્સની પરીક્ષા તથા 100 માર્ક્સની કમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે. તેમજ તલાટી, કારકુન તથા કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓમાં 100 માર્ક્સની હેતુલક્ષી પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે.

5. શું ક્લાસ 3ની પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ હોય છે ?

હા, આ પરીક્ષામાં નેગેટીવ માર્કિંગ દરેક ખોટા જવાબદીઠ 0.25 હોય છે.

6. કમ્પ્યુટર ટેસ્ટ માટે ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે ?

કમ્પ્યુટર ટેસ્ટ માટે ઉમેદવારની પસંદગી ઉમેદવારે લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક્સના આધારે થાય છે.

7. આખરી પસંદગી કેવી રીતે થાય છે ?

આખરી પસંદગી લેખિત પરીક્ષા અને કમ્પ્યુટર ટેસ્ટમાં મેળવેલા કુલ ગુણના આધારે થાય છે.

8. શું ક્લાસ 3ની તમામ પરીક્ષાઓની તૈયારી એકસાથે થઇ શકે છે ?

હા, ક્લાસ 3ની પરીક્ષાની તમામ પરીક્ષાઓની તૈયારી એક સાથે થઇ શકે છે કારણ કે, ક્લાસ 3ની વિવિધ પરીક્ષાઓમાં પૂછાતા વિષયો મોટા ભાગે એક સમાન હોય છે.

9. ક્લાસ 3ની પરીક્ષાઓની તૈયારી માટે કેટલો સમય પુરતો છે ?

આ પરીક્ષાઓની તૈયારી સમય કરતા તૈયારીની ગુણવત્તા પર વધારે આધાર રાખે છે. સામાન્ય રીતે રોજના 6 કલાકની તૈયારી સાથે 6 મહિના સુધીની તૈયારી પુરતી છે.

10. ક્લાસ 3ની પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સની તૈયારી કેવી રીતે કરવી ?

કરન્ટ અફેર્સની તૈયારી કરવા માટે ન્યુઝ પેપર, લિબર્ટી પબ્લીકેશન દ્વારા પ્રકાશિત થતું મેગેઝીન લેટેસ્ટ ફેક્ટસ ઇન જનરલ નોલેજ (LGK) અને સરકારી વેબસાઈટનું અધ્યયન કરવું.

98988 56777